એવું નથી કે...

30/03/2011 11:33
એવું નથી કે એ છુપાવવા ની ક્ષમતા નથી,
પણ દિલ માં જ રહે એ દર્દ ગમતા નથી....

એવું કરીશું તો કદાચ ખુદા બની જઇશું,
પણ સમય ને માન આપી અમે હસતા નથી....
...
બની શકે કે મારી ગઝલો પણ નિષ્ફળ રહે,
જે વીતી ગયું છે એ બધું અમે લખતા નથી....

મૌન ને જ અંતિમ પડાવ માની લીધો છે,
એ કંઇ કહેતા નથી, કે અમે કંઇ પૂછતા નથી....!!!!