કથાભારતી : ગુજરાતી વાર્તાઓ પ્રશ્ન...

23/03/2011 14:04

 

કથાભારતી ગુજરાતી વાર્તાઓ

સંપાદકો: યશવંત શુકલ અને અનિરુદ્ધ બ્રહમભટ્ટ.

પ્રસ્તાવના:

      વાર્તા સાંભળવી કોને ના ગમે? વાર્તા તો માનવ અસ્તિત્વ અને વ્યક્તિત્વનું અભિન્ન અંગ છે. શૈશવથી માંડીને ધડપણ સુધી કોઈને કોઈ સ્વરૂપે વાર્તાઓ આપણા પર કબજો જમાવ્યો છે. આથી જ કથાભારતીની ગુજરાતી વાર્તાઓ ના સંપાદકો લખે છે કે

      વાર્તા તો પહાડ જેટલી પુરાણી છે, અને બધીજ પ્રજાઓ પાસે તે હોવાની

      જગતની બધી જ પ્રજાઓ પાસે છે, પણ જે ટૂંકી વાર્તાની આપણે ચર્ચા કરીએ છીએ તે વીસમી સદીની શરૂઆતે  ખીલેલું સાહિત્ય સ્વરૂપ છે. જો કે તે વાર્તાનું જ મૂળ અને કુળ સ્વીકારે છે.

(૧) ગુજરાતી વાર્તાઓની કથાસૃષ્ટિ – વિષયવસ્તુ – કથાનકો :

      યશવંત શુક્લ અને અનિરુદ્ધ બ્રહમભટ્ટ સંપાદિત ગુજરાતી વાર્તાઓની કથાસૃષ્ટિને નિહાળતા એક બાબત ધ્યાન પર આવી છેકે તેમાં ગુજરાતી વાર્તાકળાનો ઇતિહાસ ક્રમશઃ રજુ થયો છે. પેહલી વાર્તા “ગોવાલણીપણ અહી છે અને ઈવા ડેવની ચોન્ટીપણ અહીં છે. કુલ વાર્તાઓનું ચયન કરીને સંપાદકોએ ફૂલોનો અર્ક ભેગા કર્યો છે.

      ગમતું મળેતો અલ્યા ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલમકરંદ દવેની એ પંક્તિના ન્યાયે અહીં સંપાદકોને ગમેલી વાર્તાઓનો ગુલાલ કરીને ભાવકોએ છાંટ્યો છે.

      અહીં ગોવાલણી માં મલયાનીલની પ્રાથમિક વાર્તાવિષયની સુજ પ્રગટ થઇ છે. ગોવાલણી માટેનું આકર્ષણ અંતમાં જી કેવા હાસ્યરસમાં પરિણમે છે તે લેખક સહજતાથી દર્શાવ્યું છે. ધૂમકેતુ રજપુતાણીવર્તમા ચોમાસામાં ગરાસણી ને મળવા નીકળેલા અને રૂપેણ નદીમાં ડૂબી જતી ગરાસણી આ વાર્તામાંની લોક્કથાત્મક સામગ્રી અને રહસ્ય જાળવણી માંડણી નોધપાત્ર છે.

      દ્વિરેકની ખેમી વાર્તામાં વહેમ, માન્યતા અને ટેકના સંદર્ભો વચ્ચે હરિજન નારીનો દાંપત્યઆદર્શ અને એના પત્ની ધર્મ સાક્ષાત્કાર આ વાર્તાના કેન્દ્રમાં છે. અહીં વાર્તાકારનો દલિત વિષયમાં આગન્તુક છતાં માર્મિક પ્રવેશ જોઈશકાય છે.

      ઝવેરચંદ મેઘાણીની બદમાશ વાર્તામાં બદમાશ એવા અલ્લારખાભાઈ પર વિશ્વાસ મુકતી નાયિકાની વાત ખુબજ સૂચક રીતે રજુ કરીને લેખકે બદમાશના સુવાળા હદયનો પરિચય કરાવ્યો છે.

      સુન્દરમની માને ખોળે વાર્તામાં પતિના એક રાત્રીના સમાગમથી સગર્ભા બનેલી શબુને મહીસાગરપટમાં પતિની કાયરતાની સાક્ષીએ સસરાને હાથે જ શંકાને કારણે મોતને શરણ થવું પડે છે એનું કારુણ્ય અત્યંત વ્યંજિત અને કલાત્મક રીતે નિરૂપાયું છે.

      ઉમાશંકર જોશીની મારી ચંપાનો વર વાર્તામાં વિધવા બનેલી લક્ષ્મી દીકરી ચંપાથી પોતાનું જીવન ભરીદેછે. પરંતુ લક્ષ્મીના છેલ્લા વરસો ચંપાના વરથી ભરાઇ જાયછે. જમાઈ પુનમલાલ તરફના એના ખેંચાણમાં દમિત મનોગ્રંથી ની કોઈ સામાજિક તરેહને પકડવાનો આ વાર્તામાં કલાત્મક પ્રયત્ન થયો છે.

      જયંતી દલાલની આ ધેર પેલે ધેર વાર્તામાં ત્યકતા સવિતાને મુળે કેહવાયેલી વાર્તામાં નારીનાં સ્વમાન અને વેદનાને વાચા આપે છે. પુલિને બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા છતાં સવિતાને કોઈ દુઃખ નાં પડે એ માટે ધર,ધરેણાં સંપતિ બધું આપ્યું પરંતુ સવિતાનો સ્વમાની સ્વભાવ આવા પરોપકાર હેઠળ દબાઈને જીવવાનું પસંદ નથી કરી શકતાં એટલે પોતાના બળ પર જીવવા તે પતિની સંપત્તિનો ત્યાગ કરી ચાલી નીકળે છે. પુત્ર વિક્રમનું પાત્ર સવિતાની વેદનાને ધાર આપવા સરસ રીતે પ્રયોજ્યું છે.

      જયંત ખત્રીની અવાજ-અજવાળાં વાર્તામાં શરીરનો વ્યાપાર કરતી સ્ત્રીઓની ગલીમાંથી પસાર થતા નાયકની અનુભૂતિ અભિવ્યક્તિ થઇ છે. જેમાં સબંધ, જીવન, કુટુંબની મહત્વની બાબતોપર કટાક્ષ કરવામાં આવ્યો છે.

      સ્નેહ રશ્મિની પુનલૅગ્ન વાર્તામાં રૂપરૂપના અંબાર જેવી દીકરીના લુટાઈ ગયેલા સૌભાગ્યને જોતાં સવિતાના હૈયામાંથી ડુસકાં નીકળે છે, એની વાત રજુ થઇ છે. “આવો તે કેવો ધરમ” જેણે સંસારસુખ જોયું પણ નથી, એક અજાણ્યા છોકરાના હાથનો સ્પર્શ માત્ર જ જેણે કર્યો હતો એની વેદના રજુ થઇ છે.

        ગુલાબદાસ બ્રોકર ની નીલીનું ભૂત વાર્તામાં લગ્નેતર પુરુષ મૈત્રીને કારણે મિત્રવર્તુળમાં બદનામ નીલી વિશે શશીકાન્ત ગમે તેમ બોલે છે. મોડી રાતે ધેર જતાં તેને નીલીના ભૂતના ભણકારા વાગે છે. ધેર પહોંચતાં તેને તાવ ચઢી આવે છે. નીલી સાથે લગ્નેતર સંબંધ રાખનાર શશીકાન્તને શારીરિક તેમજ માનસિક યંત્રણાનો ભોગ બનાવી કાવ્યન્યાય દર્શાવતી કૃતિનું વસ્તુવિધાન લાંબુ છે.

        પન્નાલાલ પટેલની વાત્રકને કાંઠે વાર્તામાં નવલનો પેહલો પતિ અને નવલની છેડતી કરનારનું ખુન કરી ભાગી ગયેલો બીજો પતિ એ બંને સાધુ વેશે આવી વનવગડામાં રેહતી નવલ માટે પોલીસમાં હાજર થઇ જવા તૈયાર છે અને પેહલો પતિ પકડાઈ જાય છે પરંતુ નવલને છાતીફાટ રોતી જોઈને નવલને પોતે ખપતો નથી એવા ભાન સાથે બીજો પતિ પણ પાછો ફરી જાય છે. બે પુરૂષ અને એક સ્ત્રીના ઊંડા પ્રેમનો પરિચય આપતું કથાનક કરુણાન્ત બન્યું છે.

        ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ નવલિકામાં ગાંડી દીકરી મંગુની ઝીણી ઝીણી સંભાળ રાખતાં અમરતકાકી ક મને મંગુને હોસ્પિટલમાં મૂકી તો આવે છે પરતું એની વેદના અસહય બનતાં છેવટે અમરતકાકી મંગુની ન્યાતમાં વટલાઈ છ – ગાંડી બની જાય છે – એવા કથાનકની સહજ રજૂઆત કલાત્મક છે.;

        ચુનીલાલ મડિયાની વાણી મારી કોયલ નવલિકા રવા પટેલ શેરડી પીલવાના ચીચોડાનો જગન આદરે છે. ગોળ રાંધવા કસબી ગોવાને ગળિયારા તરીકે રાખે છે. આ સાથે એકની એક દીકરી સંતુનો પણ મોટા આણાનો પ્રસંગ પણ છે. દાદા નેણશી ભગતને અફીણ આપવા વાડીએ આવેલી સંતુ ગોવા ગળિયારા સાથે અજુકતું થતાં પોતે અપરાધભાવ અનુભવે છે, ને પોતે જ અફીણ ધોળી લે છે.

        સુરેશ હ. જોશીની કુરુક્ષેત્ર વાર્તા રાત્રે બે વાગે ધરમાં પણ મુકતો નાયક મધ્યમ વર્ગની સાંકળ માંકડ તેમજ જુગુપ્સા પ્રેરતી પત્નીના સહવાસની સાથે અન્ય નારીઓની મોહક કલ્પનાઓને ભેળવતો, વાસ્તવિકતા સાથે કુરુક્ષેત્ર આદરે છે. આવું કથાનક કાવ્યાત્મક સ્પર્શનાં વિશિષ્ટ સંવેદનોથી આકર્ષણ બન્યું છે.

        ચંદ્રકાંત બક્ષીની “તમે આવશો? વાર્તા અસંબષ વાતો કરતો નાયક તેના અનામ શ્રોતાને તેમજ વાર્તાના વાચકને ક્રમશઃ પ્રતીતિ કરાવતો જાય છે કે એના દોસ્તની પાગલ થઇ જવાની એણે કરેલી વાત મૂળે તો એની પોતાની જ છે. પાગલના પ્રલાપ ધ્વારા તેની અસ્તવ્યસ્ત મનઃસ્થિતિનું સચોટ નિરૂપણ વાર્તાની વિશેષતા છે.

        સરોજ પાઠક “ ન કૌંસમાં ન કૌંસ બહાર “  વાર્તા વર્ષો પછી આવનારા પ્રિયપાત્રના આગમનના સમાચારે ભીતરબહારની ચેતનામાં આવનજાવન કરતી નાયિકા શુચિનાં એકમેકથી વિરુદ્ધનાં ખેંચાણો વાર્તામાં સુરજ રીતે કલાત્મક બનીને પ્રગટ થાય છે.

        રધુવીર ચૌધરી “ ચિતા “ વાર્તામાં જીવણનાં જીવનની જલતી ચિતા ની વાત થઇ છે. જીવણ પોતાની દીકરી રઈને લઈને ચિતામાં સળગે છે. જીવણનું ભમી ગયું છે. કારણ કે તે વેરણ છેરણ જીવે છે... એ વાતને અહી વાચા આપવામાં આવી છે.

        મધુરાયની “ સરલ અને શમ્પા “  વાર્તામાં પ્રેમી–યુગલ સરલ અને શમ્પા વાતો કરે છે. એવામાં સરલને થાય છે કે શમ્પાનો જમણો હાથ દેખાતો નથી. પછીથી ક્રમશઃ શમ્પા અને સરલનો તેમજ એમના પરિચયનો અસ્વીકાર થતો રહે છે. આ મનોપ્રક્રિયા સરલની પોતાની અસ્તિત્વની શ્રદ્ધા સુધી લંબાઈ છે. બાહ્ય જગત જોડે અન્તમૅનનો તુલનાત્મક વિરોધ અહીં રોચક રીતે નિરૂપાયો છે.

        ઈવાડેવની ચોન્ટી “ વાર્તા બાલમુખે તળપદી બોલીમાં કેહવાયેલી એની પોતાની માતા અંગેની ચોરી અંગેની વાત રજુ થઇ છે. જેમાં નિર્દોષતા અને એમાંથી પ્રગટતી બાલમાનસની છબિ : વાર્તાના આકર્ષક અંગો છે.

        આમ, “ કથાભારતી : ગુજરાતી વાર્તાઓ “ નાં સંપાદનમાં જે કથાસૃષ્ટિ, કથાનકો મુકવામાં આવ્યા છે તેમાં વિષયવૈવિધ્ય, કલાત્મકતાનાં સ્થિત્યંતરો વગેરે જોવા મળે છે. ગુજરાતી ભાષા સાહિત્યની નવલિકાઓના ઈતિહાસને પણ ધણી સુંદર રીતે ધ્યાનમાં લઈને પ્રસુતિકરણ થયું છે. ટૂંકમાં અહીં કથાવૈવિધ્ય, લેખકવૈવિધ્ય અને સ્વરૂપઉસ્થાનની મુખ્ય બાબતો ધ્યાનમાં આવે છે.

 

(૨) કથાભારતી : ગુજરાતી વાર્તાઓમાં પાત્રાલેખન :

                ટૂંકીવાર્તામાં પાત્રાલેખન એક મહત્વનું ધટક છે. ટૂંકીવાર્તામાં પાત્રવર્ણનને ઝાજો અવકાશ નથી છતાં કથાના સંદર્ભમાં પાત્રાલેખન જરૂરી હોઈ લેખકો આ ધટકને યોગ્ય રીતે રજુ કરવા મથામણ કરે છે. આ સંગ્રહની પ્રથમ વાર્તા “ ગોવાલણી “ નું દ્રષ્ટાંત જોઈએતો ગોવાલણીનું આવું બાહ્યપાત્રાલેખન જોવા મળે છે __

        “ એ હંમેશા રાતો સાલ્લો-જાડો પણ સ્વચ્છ નવો ને નવો સાચવી પહેરતી, એને પીળી પટ્ટીની કોર હતી અને કાળો પાલવ હતો. હાથમાં દાંતનાં રૂપાની ચીપવાળાં ભારે “ બલ્લૈયાં “ પહેરતી. પગે જાડા કલ્લાં ધાલતી.... માથે જરા ધૂમટો તાણતી તેથી તેના વાળ કેવા હસે તેની કોઈને ખબર ન હતી.”[પૃ.૧]

        આ સંગ્રહમાં પાત્રોનું બાહ્ય આલેખન ભરપુર માત્રામાં જોવા મળે છે. લગભગ દરેક વાર્તાઓમાં આવુંવલણ જોઈશકાય છે. “રજપૂતાણી“ હોય કે “ખેમી“. “મારી ચંપાનો વર” હોય કે “આ ધેર પેલે ધેર” બધીજ વાર્તાઓમાં પ્રાથમિક પાત્ર વર્ણન જોવા મળે છે. “નીલીનું ભૂત” વાર્તામાં અને “વાત્રકને કાંઠે” વાર્તામાં અનુક્રમે નીલીનું પાત્રાલેખન અને નવલનું પાત્રાલેખન ખુબજ સહજતાથી અને સંવાદાત્મક શૈલીથી ઉપસાવ્યું છે. “લોહીની સગાઇ” વાર્તામાં ઈશ્વર પેટલીકરે ગાંડી અને કરુણા બંને તત્વોને ભેળવી દીધાં છે. એટલું જ નહીં પણ આ વાર્તાઓનું પાત્રાલેખન સ્થૂળ-સૂક્ષ્મ બંને સ્તરોને એકસાથે સ્પર્શે તેવું બન્યું છે. આ ઉદાહરણ જુઓ ---

        “ આ અમરાતકાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો- મંગુ અત્યારે શું કરતી હશે ? પળેપળે એજ વિચાર એમનાં હૈયાને વીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે, એને ઓઢાડ્યું હશે ? પેશાબ કરી પલાળ્યું હશે તો એની ધાધરી અને પાથરણું બદલ્યાં હશે ? “ આવી માનસિક મંગુની નાતમાં વટલાય ગયાં હતાં. “[પૃ.૧૧૨]

        આ સંપાદનમાં જે વાર્તાઓ પસંદ કરાઈ છે, તે વાર્તાઓમાં લેખકે કરેલું પાત્રાલેખન ત્રણ રીતે સમજી શકાય તેમ છે. (૧) કથાના સંદર્ભમાં કરેલું પાત્રાલેખન. (૨) પાત્રના સંદર્ભમાં કરેલું પાત્રાલેખન. (૩) પરિવેશના સંદર્ભમાં કરેલું પાત્રાલેખન.

        કથાના સંદર્ભમાં કરેલું પાત્રાલેખનમાં “વાની મારી કોયલ” ને ધ્યાનમાં રાખવી પડે. આ વાર્તામાં ચૂનીલાલ મળીયાએ કથાને ધૂંટવા માટે સંતીના પાત્રને ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચાડ્યું છે. આ ઉદાહરણ જુઓ---

        “ સંતીને પણ રવા પટેલે દીકરી ન જાણતાં દીકરાની જેમજ લાડચાગમાં ઉછરી હોવાથી કોઈ કોઈવારએ વધારે પડતી છુટ લેતી, તો એમાં કોઈ વાંધો ન ઉઠાવતું. તેના બાળપણનાં લાલનપાલન જોઇને ગામલોકો કેહતાં કે સંતીને રવા પટેલ હથેળીમાં મુંકાવે છેને પડ્યો બોલ ઝીલે છે; પણ અ સ્ત્રીની જાતને આવાં લાડચાળા કરીએ તો કોકદી એને જ પસમાં પડે.”[પૃ.૧૧૫]

        આવાં કથાલક્ષી પાત્રો લગભગ બધીજ વાર્તામાં નિરૂપણ પામ્યાં છે; પણ આગળ વધીને પાત્રને જ લક્ષ્યમાં રાખીને પાત્રાલેખન થયાં હોય એવું નિરૂપણ જોવા મળે છે. જેમાં “રજપુતાણી”,”સરલ અને શમ્પા”,”ચોન્ટી”,”ખેમી” વગેરે વાર્તાઓ મહત્વની કરી શકાય. જેમકે “ચોન્ટી” વાર્તામાં “બાળપાત્ર” ને કેન્દ્રમાં રાખીને જ સમગ્ર વાર્તાનો વિકાસ કરવામાં આવ્યો છે. “રજપૂતાણી” જેવી વાર્તામાં સ્ત્રીનું ખમીર અને સ્ત્રીની અસ્મિતાને પાત્રકેન્દ્રી વલણથી ઉપસાવવામાં આવ્યાં છે.

        “ચારણે વિહ્વળતાથી રજપુતાણી સામે જોયું. રજપુતાણી નાં ચેહરા પર ભયનું નામનિશાન ન હતું. તેણે પોતાની તલવાર વધારે જોરથી પકડી અને ચારણને પડકાર્યો : જોજે, મરદ થાજે હોં!”[પૃ.૧૪]

        “ખેમી” વાર્તામાં ખેમીના પાત્રને અંતમાં જે વળાંક આપવામાં આવ્યો છે, તે વાર્તાકલાનો સુંદર નમુનો કહી શકાય. સાથે-સાથે પાત્રકલાનો પણ તે ઉત્કૃષ્ટ નમુનો છે : “ધણા ભંગીઓએ તેનું નાતરું કરવા કહેવરાવ્યું. તેણે સૌને એકજ વાત કરીકે ધનિયાની માનતા પૂરી કર્યા વિના તેનાથી નાતરું નાં કરાય. એક ભંગીએ માનતાના પૈસા રોકડા આપવા કહ્યું, પણ ખેમીએ પોતાની કમાણીથી જ માનતા પૂરી કરવાનો નિશ્ચય જણાવ્યો. સાત વરસે તે ધનિયાની માન્યતાઓ પૂરી કરી રહી. એક ભંગીએ વળી તેને ધરકરવા કેહવરાવ્યું. તેણે જવાબ આપ્યો : “ના,ના આટલે વરસે મારે જીવતર પર થીંગડું નથી દેવું.”[પૃ.૨૪]

        પાત્રાલેખન, પરિવેશને ધ્યાનમાં રાખીને કરાવ્યું હોય તેવી વાર્તાઓમાં “કુરુક્ષેત્ર”,”સરલ અને શમ્પા”,”સળિયા”, જેવી વાર્તાઓને ગણાવી શકાય. આ વાર્તાઓમાં લેખકોએ જુદાજુદા પરિવેશને ધ્યાનમાં લીધો છે. “કુરુક્ષેત્ર” માં માનવીના મનમાં આકાર પામેલો આધુનિક અસ્તિત્વવાદી પરિવેશ છે. જયારે “સરલ અને શમ્પા” માં પણ માનવીય સ્વભાવનો સુક્ષ્મ પરિવેશ ઊભો કરીને પાત્રોનું સત્ય રજુ થયું છે. “સળિયા” વાર્તામાંતો એકલતાનો પરિવેશ તીવ્રતાથી આકાર પામીને સ્ત્રી પાત્રને ઉપસાવ્યું છે. “કુરુક્ષેત્ર” નું આ ઉદાહરણ જુઓ---

        “ ફરી બારણું વસાયું.બહાર નાસી છુટવા ઈચ્છતી ધરની બંધિયાર હવા માથું પટકીને અંદર પછડાઈ. ફરી અંદરની ગરમી વધવા લાગી. એ ગરમ હવાની સાથે પાસેના માથામાંની ધુપેલની વાસ ભળતાં મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. આમ એકલે હાથે અનેક રિપુઓની સામે ઝૂઝતા પુરાણકાળના મહારથીની જેમ હું પથારીમાં પડ્યો પડ્યો ઝૂઝવા લાગ્યો “[પૃ.૧૨૭]

        આમ, ધણીવાર લેખક પરિવેશનો આધાર લઈને કે વાતાવરણને કેન્દ્રમાં રાખી પાત્રનિરૂપણ કરે છે. અહીં ત્રણેય પ્રકારનાં પાત્રલેખનો ઉપસ્યાં છે. ઉપરાંત અહીં મોટાભાગે પુરૂષપાત્રો કરતાં સ્ત્રી પાત્રોના નિરૂપણને આધારે વાર્તાનું ચયન થયું હોય તેમ લાગે છે. કેમકે મોટાભાગની વાર્તાઓ સ્ત્રીપાત્રનું પ્રતિનિધિત્વ ધરાવે છે. પ્રારંભની ત્રણ વાર્તાઓ “ગોવાલણી”,”રજપૂતાણી”,અને “ખેમી” સ્ત્રીપાત્ર- પ્રધાન વાર્તાઓ છે. “માને ખોળે”,”મારી ચંપાનો વર”,”આ ધેર પેલે ધેર”, પુનલૅગ્ન ”,”નીલીનું ભૂત”,”લોહીની સગાઇ”,”વાની મારી કોયલ”,”સળિયા”, વગેરે વાર્તાઓમાં સ્પષ્ટપણે સ્ત્રીપાત્ર જ કેન્દ્રમાં રહે છે. ટૂંકમાં, સ્ત્રીપાત્રનું આ સંગ્રહમાં વર્ચસ્વ જણાય છે.

(૩) કથાભારતી : ગુજરાતી વાર્તાઓ માં સંધર્ષનું તત્વ :

            કોઈપણ વાર્તામાં “સંધર્ષ” મહત્વનું ધટક બનીને આપે છે. “સંધર્ષ” વગર વાર્તાનું નિર્માણ કરવું લગભગ અશક્ય છે. વાર્તામાં “સંધર્ષ” જ એની વિકાસની ભૂમિકા રચે છે. સંધર્ષ બે પ્રકારના હોય છે. (૧) સ્થૂળ સંધર્ષ. (૨) સૂક્ષ્મ સંધર્ષ. વાર્તાઓમાં સ્થૂળ સંધર્ષ કરતાં સૂક્ષ્મ સંધર્ષનું વધારે મહત્વ રહેલું છે. સ્થૂળ સંધર્ષની વાર્તાઓ કરતાં સૂક્ષ્મ સંધર્ષની વાર્તાઓ વધુ સર્જનાત્મક હોય છે. આ સંપાદનમાં બેઉ પ્રકારના સંધર્ષ જોવા મળે છે. પ્રથમ વાર્તા “ગોવાલણી” માં સંધર્ષના તત્વ કરતાં કૂતુહલતાનું તત્વ વધારે છે. “રજપૂતાણી” માં સ્થૂળ સંધર્ષ છે. “ખેમી” વાર્તામાં સ્ત્રીના “હું” પણાનો સૂક્ષ્મ આવિષ્કાર થયો છે, સમાજ સામે ઝઝૂમતી સ્ત્રીના અસ્તિત્વનો પ્રશ્ન રજૂ થયો છે. જયારે “માને ખોળે” વાર્તામાં શબૂનો સંધર્ષ ભાવ – સંધર્ષની રીતે રજૂ થયો છે. સસરાના રોષનો ભોગ બનતી નાયિકાનો સંધર્ષ બાહ્ય સંધર્ષની સાથે-સાથે આંતરિક સંધર્ષ પણ બને છે. જુઓ---

        “ નહીં હીંડાય ? નહીં હીંડાય ? આટલાં વરસ નથી હીંડી તે હવે કેમ કરી હીંડવાની છે ? ચરી ખાવું છે, ચરી તું મારા ધરમાં ન હોય ! છિનાળ ! એતો હવે અહીંજ... અલ્યા એ હીજડા ! શું જોઈરહ્યો છે ? પકડ,પકડ એના પગ ”[પૃ.૪૧]

        “ આ ધેર પેલે ધેર “ વાર્તામાં જયંતિ દલાલે સૂક્ષ્મ સ્તરે સંધર્ષ રજૂ થયો છે. ધરસંસારની મનમાં રહેલી પીડા જયારે ભાવસ્વરૂપ ધારણ કરે છે. ત્યારે કેવી અગ્નિરૂપ બની જઈ દઝાડે છે; તેવો ભાવસંધર્ષ આસ્વાધ્ય લાગે છે. આ ઉદાહરણ જુઓ---

        “ સળવળની સ્મૃતિ જાણે દઝાડતી હોય એમ સવિતાનું અંગેઅંગ કંપી ઊઠયું. શું કામ આ યાદ કરું છું ? ઓછી બળેલીજળેલી છું તે પાછું આ ઝેરી નાગ ના ડંખને યાદ કરું છું ? પણ હું ક્યાં મારા મનની માલિક છું ? ધરસંસાર! ના.ના.ના. નથી યાદ કરવું એ બધું મારે...”[પૃ.૫૭]

        આ સંપાદનની વાર્તાઓમાં માનસિક અને આંતરિક સંવેદનાઓ અને વેદનાઓનો સંધર્ષ વધુ માત્રામાં પ્રગટ થયો છે. આ સંધર્ષ એકબાજુ પાત્રને રજૂ કરે છે તો બીજી બાજુ કથાના વિકાસમાં ભાગ ભજવે છે. “લોહીની સગાઈ” વાર્તામાં આવા બંને પ્રકારના સંધર્ષનાં રૂપો જોવા મળે છે. જુઓ---

“ મંગુના મોતને અમરતકાકી પણ છુટકારો માનતાં હતાં, જો એ કુદરતી રીતે આવે તો. પરંતુ બેદરકારી બતાવી એને જાણીજોઈને મોત ધણી ધકેલવાનો વિચાર એમને અસહય લાગતો ”[પૃ.૧૦૩] [પાત્ર સંદર્ભે સંધર્ષ]

*       *       *       *       *

        સુરેશ જોશીની “કુરુક્ષેત્ર” વાર્તામાં સંધર્ષનું કલાત્મક સ્વરૂપ રજૂ થયું છે. એક જ માનવીની બે ભાવનાઓ, વિચારો, અનુભૂતિઓ વચ્ચેનો સંધર્ષ, માનવીની ચેતનાત્મક સ્થિતિ અને તેનો સંધર્ષ ધણી ઉત્કૃષ્ટ રીતે નિરૂપયો છે. “રાત્રે બે વાગે મેં ધરમાં પગ મૂક્યો” એ વાક્યથી શરૂ થતી વાર્તામાં ક્રમશઃ --- મેં આંખો બીડી દિવસ દરમિયાન જોયેલાં અનેક દૃશ્યોનાં ટુકડા આમથી તેમ, ધરી વગરનાં ગ્રહની અથડાવા લાગ્યા---- અવાજ પણ કોઈકવાર ખરો પીછો પકડે છે! છંછેડાયેલી ભમરીની જેમ એ ચારે બાજુ ગણગણ્યા કરે છે--- એ અંધકાર માં મારી કવિતા આંખો ખોલશે એના ઉત્સાહથી દિવસના બીજા છેડા સુધી પહોંચી જવાની હું હામ ભીડું છું.” સુધી પહોંચી જાય છે, એ દરમ્યાન કથાનાયકનો ચેતનાત્મક સંધર્ષ રજૂ થતો જાય છે.

        “ન કૌંસ માં ન કૌંસ બહાર” માં પણ નાયિકાનો ભાવનાત્મક સંધર્ષ નિરૂપયો છે. “સરલ અને શમ્પા” વાર્તા પણ એક જુદા જ સ્તરે સંધર્ષની રજૂઆત કરે છે. આ સંધર્ષ કેવો કલાત્મક છે— “સરલનું પ્રતિબિંબ સાફ દેખાતું નહોતું. બંને હાથ એકબીજામાં ભરાવવા ગયો અને માત્ર હવામાં બાચકા ભરવા લાગ્યો----- સરલ આંગોપાંગ અલોપ થઇ ગયો હતો.” [પૃ.૧૫૬]

                ટૂંકમાં, આ સંપાદનની વાર્તાઓમાં જુદાજુદા પ્રકારના સંધર્ષ જોવા મળે છે.

 

(૪) કથાભારતી: “ગુજરાતી વાર્તાઓ” માં ભાષાશૈલી કે ભાષાપ્રયોગો :

                સાહિત્યનું માધ્યમ ભાષા છે એ ખરું પણ સાહિત્યમાં