ક્યારે ગઝલ લખાય....!!?

04/04/2011 18:37

એણે મને પૂછ્યું કે ક્યારે ગઝલ લખાય?

પણ એનો ક્યાં સમય કોઇ નક્કી હોય છે?

એ તો વધી જાય લાગણી એક હદ થી,

બોલી ન શકાય ત્યારે ગઝલ લખાય....!!!!

 

એના દિલ માં સમાઇ શકે એવા માપ માં,

શેકાય છે હ્રદય આકરા વિરહ ના તાપ માં,

નજરો લાગી રહે છે કલ્પના ના આભ માં,

તરસ ની ચરમસીમા એ ગઝલ લખાય....!!!!

 

તારા નયનો માં થી થોડી ખુમારી લઇને,

વરસાદી પરોઢ ની તાજી યુવાની લઇને,

તારા વદન ની ચપટીક ગુલાબી લઇને,

હ્રદય કાગળ બને અને ગઝલ લખાય....!!!!

 

ઘેન માં, મસ્તી માં, ચકચૂર નશા માં,

કોઇ હસીન તરફ થી મળેલા દગા માં,

મીઠો દર્દ આપતી મસ્ત એ કઝા માં,

તારા ન હોવા ની મજા માં ગઝલ લખાય....!!!!