તસવીર જેમ ટાંગશું તારા અભાવને - જિગર જોષી ‘પ્રેમ’

25/03/2011 09:53

ઍવું ગજૂ નથી કે છુપાવું આ ઘાવને
તસવીર જેમ ટાંગશું તારા અભાવને.

આઘેથી એક મત્સ્ય પરી જોઈ ને પછી
દરિયાને કીધુ ‘એ ય પરીચય કરાવને !

હોઠૉના સૌ કમાડ કરીને જરાક બંધ
કેવું સરસ એ મૌનમાં બોલી ‘તી “જાવ ને”

ઈચ્છા તો છેલ્લી એજ કે દર્દોનું ઘર મળે
દુખતી રગોને સહેજ તું પાછી દબાવને.

તારા સ્મરણથી કાલ છલોછલ ભર્યુ ‘તું જે
જોયા કરું છું આજ એ ખાલી તળાવને.

પીળાશ પાનખર સમું ક્યાયે કશું નથી
કમળૉ થયો છે ‘પ્રેમ’ તમારા સ્વભાવને..

                                                 - જિગર જોષી ‘પ્રેમ’