પ્રિય ગઝલ

30/03/2011 11:45
એકલા બેસવું હું એટલે જ પસંદ કરું છું,
એ કંઇ પાસે નથી જેને હું પસંદ કરું છું....

જીવન માણવા જેટલી સમજ તો છે હજી,
એટલે જ જે મળ્યું એ બધું પસંદ કરું છું....
......
ખુમારી હાલ પણ મોજૂદ છે મારા માં,
ફૂલો સૂંઘીને નહિ, જોઇને પસંદ કરું છું....

હું નહિ છેતરી શકું મારી જાત ને તારી જેમ,
તને જ પસંદ કરતો હતો, તને જ પસંદ કરું છું....!!!!