પ્રેમ એટલે શું..???

23/03/2011 14:37

પ્રેમ એટલે પ્રેમ એટલે...

- એકબીજાથી એટલા નજીક કે એકબીજાને એટલુ જ distenc આપી શકે એ પ્રેમ
-
પ્રેમ એટલે એવો રસ્તો જ્યાં શબ્દોનો સથવારો ન હોય, હોય તો માત્ર લાગણીઓની મૌન મહેક.
-
પ્રેમ એટલે એકબીજા સામે નહી પણ બન્નેએ સાથે એક દિશામાં જોવુ તે..

-
પ્રેમ એટલે ન તો એકલો હું કે ન તો એકલી તું, પ્રેમ એટલે "આપણે".
-
જેમાં સમાધિ લાગે તે પ્રેમ.
-
પ્રેમ એટલે ભૂતકાળની એવી પળ જે તમારા વર્તમાનને ક્ષણભર થંભાવી દે..
-
દલીલ નહી દિલની વાત એટલે પ્રેમ..
-
વરસાદ પછીનો તડકો ઉઘડે એ પ્રેમ..
-
પ્રેમ એટલે વસંતઋતુ..
-
જેમાં ઓગળી જવાની ઇચ્છા થાય એ પ્રેમ..
-
પ્રેમ એટલે લાગણીનો ભીનો અનુભવ.
-
લેવાની નહી આપવાની વૃતિ એટલે પ્રેમ.
-
પ્રેમ એટલે હ..લ..કા સા નશા..
-
પ્રેમ એટલે ઇશ્વરની ભેંટ.
-
માનવીય લાગણીઓને જોડતો પૂલ એટલે પ્રેમ..
-
જીવનના પાનખરમાં પણ વસંતના વાયરા આપે તે પ્રેમ..
- men
માંથી gentlemen બનાવે તે પ્રેમ..
-
ક્ક્કો ન આવડે પણ કવિતા લખે તે પ્રેમ..
-
સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે તે પ્રેમ..
-
પ્રેમ એટલે લાગણીની લોકશાહી.
-
વ્યાખ્યામાં બંધાય નહી તે પ્રેમ.
-
તમારા પ્રેમીના માત્ર એક સ્માઇલ માટે ગમે તે કરી છુટવાની ઇચ્છા એ પ્રેમ.
-
પૃથવી પર સ્વર્ગનો અનુભવ થાય એ પ્રેમ..
- love
એટલે logic નહી magic..
-
દિમાગથી પિંજવુ નહી પણ દિલથી માંજવું એટલે પ્રેમ.. - લાગણીની અભિવ્યક્તિ એટલે પ્રેમ.