મને ગમતી ગઝલો...

23/03/2011 14:16

તન છે કેવું મઝાનું,મન છે કેવું મઝાનું.

સાથી બને તું એનું જીવન કેવું મઝાનું.
નાનકડી આંખડીમાં છે કૈફ દુનિયાભરનો,

મલકે તો ગાલે પડતું ખંજન કેવું મઝાનું.
સૂરત ભુલે તારી,જકડે છે યાદ તારી,

ચહું છુટવા કદી ના,બંધન કેવું મઝાનું.
દર્પણને દોસ્ત સમઝી વાતો કરું પ્રણયની,

મારા ગાલે દીધું ચુંબન કેવું મઝાનું.
દુનિયાના રંજોગમનાં અંધારાં ઓગળી ગ્યાં,

તુજ પ્રીતડીનું આંજ્યું અંજન કેવું મઝાનું.
પોતાનાં.પારકાં સૌ મળવા કદી દેતાં,

સપનામાં રોજ થાતું મિલન કેવું મઝાનું.
હરપળ દિદાર તારા,હરપળ કૃપાઓ તારી,

દિલમાં જમાવ્યું 'સુમન' આસન કેવું મઝાનું.

                                                                જયસુખ પારેખ 'સુમન'

 

 

 

 

 

 

ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ
ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ
ના હોવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? કહોને
ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ કહોને
ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો કહોને
ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને
નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી કહોને
ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને કહો ગાય(GYE),ગાય ને ગાય કહોને
અગેજો ગયાઅગ્રેજી છોડી, તમે ક્યાં જાવ છો ગુજરાતી છોડી
આપની ભાષા ખુબ મીઠી નાં કરો અગ્રેજી ને ભેળવીને કડવી
બોલો ગુજરાતી માં ,લખો ગુજરાતી માં ,
વિચારો ગુજરાતીમાં ,સ્વપ્ના જોવો ગુજરાતીમાં.
                                                ભરત સુચક.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું;
બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું.

ખોળામાં જ્યારે કોઈના માથું મૂકી દીધું;
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.

દિલને મળ્યું જે દર્દ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?

દીઠી જ્યાં મસ્ત ઝૂલ્ફ ને ચકચૂર આંખડી,
તૈબાને ઘોળી, પ્યાલીઓ ભરવાનું મન થયું.

ડૂબ્યો નથી, ‘અમરને ડૂબાડ્યો છે કોઈએ;
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું!

                                                                        - અમર પાલનપુરી

 

એક સુંદર મુક્તક:-

કલ્પના ત્યાં સુધી કરો કે એ હકીકત બની જાય,
હારી-થાકી ને બધું આપમેળે જીવંત બની જાય....
જમાવટ રહે પાનખર ની છેક અંતિમ શબ્દ સુધી,
પૂર્ણવિરામ મૂકો અને મોસમ વસંત બની જાય....!!!!