માણવાની ધટના..

30/03/2011 11:39
જાણે કે ઝાડ પર થી પાંદડું ખરવા ની ઘટના હતી,
કંઇક એવી જ રીતે મને ભૂલવા ની ઘટના હતી....

વરસતો રહ્યો આખરી બૂંદ સુધી હું એમના પર,
એમના માટે તો એ ફક્ત પલળવા ની ઘટના હતી....
...
સીધા રસ્તે જેટલું ચાલ્યા એ બધું યાદગાર હતું,
અપશુકનિયાળ એ વળાંક પર વળવા ની ઘટના હતી....

ઘણું બધું ન પૂછી શકાયું, પણ અફસોસ નથી,
જાણું છું કે એ ચુપ રહી ને માણવા ની ઘટના હતી....!!!!