હાલે-દિલ

30/03/2011 11:30
નથી થઇ શકતી બધી ચીજો જીવંત કાગળ પર,
તે છતાં તને આલેખતો રહું છું હું કાગળ પર...

તારી આંખો, તારી ઝુલ્ફો એવા શબ્દો ટાળું છું,
પછી બહુ વજન વધી જાય છે કાગળ પર...
ઘણા સમય નામશેષ થઇ ચૂક્યા છે અંહિ જ,
ઘણા યુગો છે આરંભ ને આરે કાગળ પર...

હું કોઇ વરસો જૂની અરજ નથી વાળેલી,
જોઇ લે, હું લેખિત ઇબાદત છું કાગળ પર...

નથી અરમાન હવે કોઇ ના દિલ માં રહેવાના,
મને બહુ સારું ફાવી ગયું છે હવે કાગળ પર....!!!!